શાળાની સુવિધાઓ
-
શાળાની ભૌતિક સુવિધા
-
પ્રાર્થના હોલ
-
વર્ગખંડ
-
પુસ્તકાલય
-
વિજ્ઞાન પ્રયોગશાળા
-
કમ્પ્યુટર રૂમ
-
સેનિટેશન વ્યવસ્થા
-
અન્ય સુવિધાઓ
-
કસ્તુરબા કન્યા છાત્રાલય
શાળાનું મકાન સ્વચ્છ હવા ઉજાસ વાળું અને સીસીટીવી કેમેરા થી સજ્જ એવું વિશાળ મેદાન ધરાવતું તથા શાળા છાત્રાલય સંલગ્ન છે. તેથી એક જ કેમ્પસમાં શાળા અને છાત્રાલય આવેલા છે. શાળામાં નીચે મુજબની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
સ્માર્ટ ક્લાસ થી સજ્જ એવા ધોરણ નવ અને ધોરણ 10 ના બે વર્ગખંડ તથા ધોરણ 11 અને ધોરણ 12 ના બે એમ ચાર વર્ગખંડ આવેલા છે.
3000 થી વધુ પુસ્તકો અને 15 જેટલા સામાયિકો ધરાવતું વિશાળ પુસ્તકાલય.
અધ્યતન સાધનો ધરાવતી વિજ્ઞાન પ્રયોગશાળા.
શાળામાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર જ્ઞાન મેળવે તે હેતુથી સરકાર દ્વારા આઈ.સી.ટી યોજના હેઠળ 11 કમ્પ્યુટર તથા અન્ય છ કમ્પ્યુટર એમ કુલ શાળામાં 17 કમ્પ્યુટર થી સજ્જ કમ્પ્યુટર લેબ.
શાળામાં કાર્યકરો તથા વિદ્યાર્થીની બહેનો માટે અલગ સેનિટેશન વ્યવસ્થા તથા શાળામાં દીકરીઓને ઉપયોગમાં લીધેલા સેનેટરી પેડ ના નિકાલ માટે ઇનસિનેરેટર મશીન પણ છે.
આ ઉપરાંત શાળામાં રમત ગમતનું વિશાળ મેદાન, દરેક વર્ગખંડ તથા મેદાનમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, સાધન રૂમ, પીવાના પાણી માટે RO ની સાથે ઠંડા પાણી માટે કુલરની વ્યવસ્થા, શાળામાં એકત્રિત થતા કચરામાંથી પ્લાસ્ટિક દૂર કરી અને તેનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે તે હેતુથી શાળામાં એક કમ્પોસ્ટ ની વ્યવસ્થા બી કરવામાં આવેલ છે.
શાળા છાત્રાલય સંલગ્ન છે. ઉત્તમ સગવડ તથા સીસીટીવી કેમેરા થી સજ્જ છાત્રાલય. ઉત્તમ પૌષ્ટિક ભોજન ની વ્યવસ્થા ધરાવતો કસ્તુરબા વિદ્યાર્થીની છાત્રાલય.
