શાળાની પ્રવેશ પ્રક્રિયા
-
ધોરણ ૯ માં પ્રવેશ માટે :
-
ધોરણ ૧૧ માં પ્રવેશ માટે :
ધોરણ ૮ ના પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ લઈ પ્રાથમિક ચકાસણી બાદ શાળામાં ધોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવે છે.
ધોરણ ૧૦ ના પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ તથા લિવિંગ સર્ટિફિકેટ લઈને ધોરણ ૧૧ માં પ્રવેશ આપવામાં આવે છે.
છાત્રાલયની પ્રવેશ પ્રક્રિયા
શાળા છાત્રાલય સંલગ્ન હોવાથી છત્રાલયમાં પ્રવેશ માટે માન્ય સંખ્યા ને આધારે 'વહેલા તે પહેલા' ના ધોરણે કેટેગરી વાઇસ (એસસી, એસટી, ઓબીસી, ઓપન) વિદ્યાર્થીનીઓની ભરતી કરવામાં આવે છે.
માન્ય સંખ્યામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ પાસે કોઈ લવાજમ લેવામાં આવતું નથી પરંતુ જો વિદ્યાર્થીની ને માન્ય સંખ્યામાં જગ્યા ન હોય અને તે પ્રવેશ મેળવવા ઈચ્છે તો તેને વાર્ષિક ₹21,000 લવાજમથી પ્રવેશ આપવામાં આવે છે.
ફી ની વિગત
શાળામાં દીકરીઓ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
અન્ય સહાય
શાળામાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીનીઓને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે.
ધોરણ ૯ માં અભ્યાસ કરતી દીકરીઓને સરસ્વતી સાધના અંતર્ગત સરકાર તરફથી સાયકલ આપવામાં આવે છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા આર્થિક જરૂરિયાત વાળી વિદ્યાર્થીનીઓ માટે ગણવેશ સહાય તથા શિષ્યવૃત્તિની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
